About Us
શ્રી વર્ધમાન પરિવાર / શ્રુતગંગા દ્વારા કાંદિવલી બ્રાન્ચમાં હસ્તલિખિત ગ્રંથનું કાર્ય કરી રહેલા લહિયાઓ અને પંડિતો. ૧૦૦૦ સ્કવેરફીટ ની આ ઓફિસમાં મૅઝેનિન ફ્લોર ખાતે શ્રુતગંગાનું હસ્તલિખિત શાસ્ત્રો લખવાનું કાર્ય ચાલે છે અને ઘણા પોઝિટિવ વાઈબ્રેશન્સ અને રિઝલ્ટસ પણ મળી રહ્યા છે.
એસ. વિ. રોડ ટચ તદ્દન નવા બિલ્ડીંગમાં લગભગ ૧૦૦૦ સ્કવેરફીટ ની આ ઓફિસ માં નીચે શાશન અને સંઘનું કાર્ય ચાલે છે તેમજ આ જ ઓફિસમાં ઉપર મૅઝેનિન ફ્લોર ખાતે શ્રુતગંગાનું હસ્તલિખિત શાષતો લખવાનું કાર્ય ચાલે છે. આ કાર્યમાં શ્રુતગંગાના દ્રવ્યનો તો ઉપયોગ થયો છે સાથોસાથ શ્રી બકુલભાઈ ઝવેરી દ્વારા પણ સાધારણ ખાતે ઉચિત યોગદાન આપવામાં આવ્યું છે. અને તેમનો સંપત્તિ સાથે સમયનો પણ તેઓ સદુપયોગ શાશનના કર્યો માટે કરી રહ્યા છે તે અનુમોદનીય છે.
આ સંપૂર્ણ કાર્યાલય સંઘ અને શાશનના કર્યો માટે પૂ. ગુરુભગવંતોને અમે સમર્પિત કરેલું છે. અને આપ જરુરુથી આ કાર્યાલયમાં પધારીને અમને ઉપકૃત કરશો એવી અમારી નમ્ર વિનંતી છે.