Welcome to
Shrut Ganga
શ્રી વર્ધમાન પરિવાર / શ્રુતગંગા દ્વારા કાંદિવલી બ્રાન્ચમાં હસ્તલિખિત ગ્રંથનું કાર્ય કરી રહેલા લહિયાઓ અને પંડિતો. ૧૦૦૦ સ્કવેરફીટ ની આ ઓફિસમાં મૅઝેનિન ફ્લોર ખાતે શ્રુતગંગાનું હસ્તલિખિત શાસ્ત્રો લખવાનું કાર્ય ચાલે છે અને ઘણા પોઝિટિવ વાઈબ્રેશન્સ અને રિઝલ્ટ પણ મળી રહ્યા છે.
શ્રુતગંગા દ્વારા ઘણા વર્ષોથી લગભગ ૮૫૦ વર્ષ સુધી ટકે તેવા સાંગાનેરી કાગળ ઉપર હાથે બનાવેલી સ્યાહીથી લહિયાઓ પાસે આપણા શાસ્ત્રો લખવાનું કાર્ય ચાલે છે. કાગળ તો ટકાઉ મળે પણ સ્યાહીનો પણ ટકાઉ બનાવવા માટે તાંબાના પાત્ર પાર તલના તેલની જયોતથી બનતી મેષ દ્વારા ૧૦૦ગ્રામ મેષ ભેગી થાય તેમાં ૧૫૦ગ્રામ હીરાબોળ અને ૨૫૦ગ્રામ લીંબડાનો ગુંદર લગભગ ૬૪ પ્રહાર સુધી એટલે કે ૧૯૨ કલાક ઘૂંટીને સ્યાહીની પણ કાગળ ટકે ત્યાં સુધી ટકાવવાની વ્યવસ્થા કરવામાં આવે છે.
Our Schemes
અમારી ભાવના છે કે આપ આપની સંતતિને આ કાર્યમાં જોડો, આપની સંપત્તિને આ કાર્યમાં ન્યોચ્છાવર કરો અને છેવટે આપની સંમતિ સ્વરૂપ આશીર્વાદ અને મંગલ શુભ કામના જરૂર આપો એવી અમારી નમ્ર પ્રાર્થના છે.
શ્રુતભક્ત (ShrutBhakt)
૫ હજાર શ્લોક લખવાનો લાભ લેનાર વ્યક્તિ કે સંઘ "શ્રુતભક્ત" ગણાશે.
- Raised: ₹50,000
શ્રુતસેવક (ShrutSevak)
૩ હજાર શ્લોક લખવાનો લાભ લેનાર વ્યક્તિ કે સંઘ "શ્રુતસેવક" ગણાશે.
- Raised: ₹30,000
શ્રુતરાગી (ShrutRagi)
૧ હજાર શ્લોક લખવાનો લાભ લેનાર વ્યક્તિ કે સંઘ "શ્રુતરાગી" ગણાશે.
- Raised: ₹10,000
શ્રુતપ્રેરક (ShrutPrerak)
૫૦૦ શ્લોક લખવાનો લાભ લેનાર વ્યક્તિ કે સંઘ "શ્રુતપ્રેમી" ગણાશે.
- Raised: ₹5,000
શ્રુતપ્રેમી (ShrtutPremi)
૧૦૦ શ્લોક લખવાનો લાભ લેનાર વ્યક્તિ કે સંઘ "શ્રુતપ્રેમી" ગણાશે.
- Raised: ₹1,000
શ્રુતજ્ઞાનના આદર્શ ઉપકરણો
અન્ય ૫૦૦/- રૂ. થી લઇ ૫૦,૦૦૦/- રૂ સુધીના ઉપકરણો પણ મળશે, આ ટ્રસ્ટ ને અપાયેલ ડોનેશન ઇનકમ ટેક્સના 80 G માં બાદ મળે છે.
UCO Bank
Name: SHRUTGANGA, A/c #: 09240200001224, IFSC Code: UCBA0000924
Kotak Mahindra Bank
Name: SHRUTGANGA, A/c #: 2612425684, IFSC Code: KKBK0000665